પાટણ શહેરના રોટરી નગર ખાતે રખડતાં ઢોરથી રહીશો પરેશાન: પંચાયત અને તંત્ર ઉઘાડું આંખે સૂતું!

પાટણ શહેરના રોટરી નગર વિસ્તાર, બહેરા મુંગા સ્કૂલની પાછળના વિસ્તારમાં રહી રહેલા નાગરિકો છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરના ત્રાસ અને પરિસરમાં ફેલાતી ગંદકીથી ખૂબ પરેશાન છે. ખુલ્લામાં ફરતા ઢોરો દ્વારા રોડ અવરોધ થાય છે, કચરો ફેલાવવામાં આવે છે અને બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ છે.

સ્થાનિક નાગરિકો જણાવે છે કે તેઓ વારંવાર પાટણના તંત્રને લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરીને જાણ કરતા આવ્યા છે. છતાં આજદિન સુધી કોઇપણ પ્રકારની ગંભીર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે, ગંદકીથી બીમારીઓ ફેલાવાનો ભય વધ્યો છે અને નાગરિકોમાં રોષનો માહોલ છે.

અત્યારે જરૂરી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે, રખડતાં ઢોરને પકડવાની કામગીરી ત્વરિત શરૂ કરવામાં આવે અને આસપાસની સફાઈ અને સેનેટાઈઝેશન કામગીરી કરવામાં આવે. જો તંત્ર હવે પણ ન ઝંઝવે, તો સ્થાનિકો ઘેરાવો કરવાની ચીમકી આપી રહ્યા છે. રોટેરીનગરના નાગરિકો યોગ્ય પગલાની રાહ જોઇ રહ્યા છે.

Leave a Comment