ઘરે પરત ફરતી વેળા ચાર જણાએ આંતરીને છરી બતાવીને લૂંટ્યો પાટણના ગદોસણ નજીક છરીની અણીએ પેટ્રોલ પંપના મેનેજરને લૂંટતાં પોલીસ ફરિયાદ
બાઇક ઊભું રખાવી ૮૯ હજારની લૂંટ ચલાવી : તપાસ શરૂ પાટણ તાલુકાના ગદોસણ ગામ નજીક પેટ્રોલપંપ પર મેનેજર તરીકે નોકરી કરતા ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામનો એક યુવક પેટ્રોલપંપ પર આવેલ કેશ અને ડોક્યુમેન્ટ લઈને તેના બાઇક પર ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ચાર શખ્સોએ હાથ આડો કરી બાઇક ઊભું રાખવાનો ઈશારો કરતા મેનેજરે તેનું બાઇક ઊભું રાખતા શખ્સોઅ છરી બતાવી બાઇકના હુકમાં ભરાવેલી બેગ ખેંચી લીધી હતી જેમાં ૮૯ હજાર રોકડ અને મોબાઈલ ફોન સહિત ડોક્યુમેન્ટ લઈ નાસી છૂટયા હતા. પાટણના મહેમદપુર ગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી પેટ્રોલ પં૫ ૫૨ મેનેજર તરીકે નોકરી કરતા ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના લૂંટતી ઘટતા પોલીસ ચોપડે ચઢતાં જ અલગ અલગ ટીમોતી તપાસ શરૂ
ગદોસણ નજીક પેટ્રોલપંપના કર્મચારીને લૂંટી લેવાયો હોવાનો બનાવ સામે આવતાં જ સ્થાનિક પાટણ તાલુકા પોલીસ સહિત જીલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસની અલગ અલગ ટીમોએ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે. આસપાસમાં જ્યાં પણ સીસીટીવી કેમેરા લાગેલા છે તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસ તપાસી રહી છે.
ભદ્રેશ કુમાર દિલીપ કુમાર દવે તેની નોકરી પુરી કરી પરત તેના ઘરે રૂપપુર ગામે આવતો હતો તે સમયે ગદોસણ ગામ નજીક આવેલ વળાંકમાં દશામાંના મંદિર પાસે પહોંચતા ત્યાં આગળ અજાણ્યા ચાર શખ્સોએ હાથ આડો કરી બાઇક ઊભું રાખવાનો ઈશારો કરતા મેનેજરે તેનું બાઇક ઊભું રાખતાં
શખ્સો દ્વારા છરી બતાવી બાઇકના હુકમાં ભરાવેલી બેગ તફ્સાવી લીધી હતી. જેમાં રોકડ રકમ૮૯ હજાર સાથે ડોક્યુમેન્ટ અને મોબાઈલ ફોન પણ ઝુંટવી ફરાર થઈ જતાં ભોગ બનનાર મેનેજર ભદ્રેશ દવેએ પાટણ તાલુકા પોલીસ મથકે અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ રીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.