Patan: બે દિવસથી ગુમ પાટણના બિલ્ડર રાત્રે ખેડાના સેવાલિયા થી મળ્યા

ઘરેથી નીકળ્યા બાદ શંખેશ્વરના જેસડા પાસેથી લોકકરેલી બિલ્ડરની બ્રેઝા ગાડી મળી આવતા ગુમ થયા હોવાની પત્ની અરજી આપી હતી સેવાલિયાથી પાટણના બિલ્ડર દિનેશભાઈ મળી આવ્યા હતા. પાટણનાં યુવાન બિલ્ડર મહેસાણા ખાતે જવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા બાદ ગુમ થઈ જતાં પોલીસ સહિત તેમનાં પરિવાર અને તેમના મિત્રો એ શોધખોળ શરૂ કરી રહ્યા હતા. ત્યાં શંખેશ્વરના જેસડા પાસેથી તેમની બ્રેઝા ગાડી મળી : હતી.રાત્રે ખેડાનાં સેવાલિયાથી બિલ્ડર મળી આવતા પાટણ એલસીબી પોલીસ તેમને લેવા માટે રવાના થઈ હતી. પાટણ ખાતે ઉઝા ત્રણ રસ્તા નજીક હાસાપુર પાસે રત્નદીપક સોસાયટીમાં રહેતા અને બિલ્ડર દિનેશભાઈ ડાયાભાઈ પરમાર બિલ્ડરે રિક્ષ ચાલકના મોબાઈલથી ફોન કરી સપર્ક કર્યો એલસીબી પીઆઇ રાકેશ ઉનાગરે જણાવ્યું હતું કે બિલ્ડર દિનેશભાઈ પરમારની બ્રેઝા ગાડી શંખેશ્વરના જેસડા પાસે રોડ પરથી લોક કરેલી હાલતમાં મળી હતી ત્યારબાદ રાત્રે દિનેશભાઈએ ખેડાના સેવાલિયાથી કોઈ રિક્ષાવાળાના મોબાઈલથી તેમના પિતા પર ફોન કરતાં પરિવારે પાટણ પોલીસને જાણ કરતા પાટણ પોલીસે સેવાલિયા પોલીસને ઘટનાની જાણ કરી હતી સેવાલિયા પોલીસે દિનેશભાઈનો સંપર્ક કરી લીધો હતો અને તેમને પોલીસ સ્ટેશન ખાતે બેસાડ્યા હતા. મંગળવારે બપોરે જમીને મહેસાણા ખાતે જવાનું કહીને તેમની બ્રેઝા ગાડી લઈ ઘરેથી નીકળ્યા હતા ત્યાર બાદ તેમની પત્ની નયનાબેન પર દિનેશભાઈનો ફોન આવ્યો ન હતો પરંતુ તેમના દીકરાના લેશન માટે તેમની પત્નીના મોબાઇલ પર તેમણે વોટ્સએપ મેસેજ કર્યો હતો.સાંજે 8:54 કલાકે તેમની પત્નીએ ફોન કરતા દિનેશભાઈનો ફોન સ્વીચ ઓફ હતો જેથી તેમણે મહેસાણા રહેતા તેમના મિત્ર સિદ્ધાર્થને 1019 ક્લાકે ફોન કરતા દિનેશભાઈ તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં બીજા મિત્ર બીરેન ભાઈને ફોન કરતા તેમણે જણાવેલ કે દિનેશભાઈ મહેસાણા ખાતે આવ્યા હતા અને રાધનપુર તેમજ શંખેશ્વર ખાતે જવાનું કહેતાં હતા.પરંતુ ત્યારબાદ દિનેશભાઈની કોઈ ભાળ મળી ન હતી. નયનાબેન દિનેશભાઈ પરમારે પાટણ પોલીસ મથકે અરજી આપતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.રાત્રે ખેડાનાં સેવાલિયાથી બિલ્ડર દિનેશભાઈ પરમાર મળી આવતાં અમદાવાદમાં તપાસ કરી રહેલી એલસીબી પોલીસ તેમને લેવા માટે સેવાલિયા જવા માટે રવાના થઈ હતી.

Leave a Comment