જગન્નાથ રથયાત્રામાં અફરાતફરી: ભાગદોડમાં 3 શ્રદ્ધાળુના દુઃખદ મોત, અનેક ઘાયલ – જાણો શું થયું?

પુરી રથયાત્રામાં દુઃખદ ઘટનાઃ ભીડ દરમિયાન ધક્કામુક્કી, 3 શ્રદ્ધાળુઓના મોત અને 10થી વધુ ઘાયલ

ઓડિશાના પુરીમાં રવિવારે સવારે જગન્નાથ રથયાત્રા દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોની ભીડ ભેગી થતાં, સવારે લગભગ 4:30 વાગ્યે શ્રી ગુંડિચા મંદિર નજીક અફરાતફરી અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ. સધધળાવ સ્થિતિમાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 10થી વધુ ભક્તો ઈજાગ્રસ્ત થયા છે.

ગંભીર રીતે ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક સારવાર

ઘટનાસ્થળે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઈજાગ્રસ્તોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની ટીમ સતત સારવારમાં લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક ભક્તોની હાલત અત્યંત ગંભીર છે, જેને લઈ ચિંતા ફેલાઈ છે.

ભીડ વ્યવસ્થાપન પર ઉઠ્યા પ્રશ્નો

દર વર્ષે હજારો-લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ દર્શન માટે પુરી પહોંચે છે. પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આવા વિશાળ કાર્યક્રમમાં પૂરતી તૈયારી અને આયોજન ન હોય તો આવા દુખદ અકસ્માતોથી ઈનકાર કરી શકાતો નથી.

રથયાત્રા – ભક્તિ અને ભીડનો સંઘર્ષ

જગન્નાથ રથયાત્રા હિંદુ ધર્મના સૌથી મહત્વના તહેવારોમાંની એક છે. ભગવાનનું રથ મંદિરથી શ્રી ગુંડિચા મંદિર તરફ લઇ જવામાં આવે છે, જ્યાં તેઓ થોડા દિવસ આરામ કરે છે. આ શાંતિપૂર્ણ યાત્રા દરમિયાન બનેલી અફરાતફરીએ સમગ્ર ભક્તમંડળને દુ:ખમાં મુક્યા છે.

Leave a Comment