માત્ર બે જ કલાકમાં પોણા બે ઈંચ વરસાદ પડતાં જ શહેરમાં પાણી જ પાણી : નગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરી ઉપર પણ પાણી ફરી વળતાં શહેરીજનોને ભોગવવાનું આવ્યું
શહેરમાં કેટલાક વિસ્તારો બેટમા ફેરવાયા: ખાનગી સ્કૂલોમાં બાળકોને રજા આપી દેવાઈ : શહેરનું હાર્દસમું રેલવે ના પાણીમાં ગરકાવ : ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ
પાટણ સહિત જીલ્લામાં નવ તાલુકાઓમાં વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને વરસાદી માહોલ જામ્યો હતો. બાદમાં મેઘરાજાએ વિજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે એન્ટ્રી મારતા પાટણ શહેર પાણીમા તરબોળ થઈ ગયું હતું અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સાથે સાથે કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા હતાં તો કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ જતાં વાહનો સાયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું શહે૨માં પડેલા વરસાદને કારણે ખાનગી શાળામાં સંચાલકો દ્વારા બાળકોને રજા આપી દેવામાં આવી છે.
રાજ્યમાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી ને પગલે ગુરુવારે વહેલી સવારે પાટણ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો અને કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું જેના કારણે શહેરમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ ગણાતાં રેલવે નાળામાં પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ નિચાણવાળા વિસ્તાર પારેવા સર્કલ,કે. કે.ગર્લ્સ રોડ,મીરા દરવાજા, સુદામા ચોકડી,કલાનગર રોડ,બી. એમ. હાઇસ્કૂલ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ પ્રગતિ મેદાનમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું અને રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રો સર્જાયા હતા તો કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈજતાં રહીશો પણ પરેશાન બન્યા હતા રસ્તા પર ભરાયેલા પાણીને કારણે વિધાર્થીઓ અને વાલીઓ ને ભારે હાલાકી ભોગવવી પડી હતી વિસ્તારોના રહિશોએ નગરપાલિકાને પાણીના નિકાલ માટેની માંગ કરી હતી વેરાઈ ચકલાથી તિરૂપતિ બજાર તરફ્ના માર્ગ પર ભુવા પડી ગયા હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવા પણ અપિલ કરાઈ હતી.
માંડોત્રી નજીક વીજળી પડતાં ધનાવાડાના ૨૫ વર્ષના યુવકનું મોત : રૂની ગામમાં પણ વીજળી પડવાને કારણે બે ભેંસનાં મોત : આવનાર દિવસોમાં વધુ વરસાદની આગાહી
માંડોત્રી બસ સ્ટેશન પાસે વીજળી પડવાથી યુવકનું મોત પાટણ જીલ્લામાં પડેલ વરસાદની સાથે સાથે કડાકા ભડાકા અને વિજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા જેમાં વહેલી સવારે ચાલુ વરસાદમાં પાટણ તાલુકાના માંડોત્રી બસ સ્ટેશન પર ઉભેલા સિધ્ધપુર તાલુકાના ધનાવાડા ગામના ૨૫ વર્ષિય અલ્પેશજી જાલમજી ઠાકોર પર એકાએક વિજળી પડવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું મૃતક યુવકને પોસ્ટમોર્ટમ માટે ધારપુર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જુવાનજોધ દીકરાનું અકાળે અવસાન થતાં પરિવાર પર આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહતો પાણીમાં સાયાં: પીપળાનું વૃક્ષ ધરાશાયી પાટણ શહેરમાં આવેલ બી.એમ. હાઇસ્કૂલ રોડ પર વહેલી સવારે પડેલ વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં રસ્તો બેટમાં ફેરવાઈ ગયો હતો અને ભરાયેલા પાણીને કારણે રસ્તા પર ખાડો પડી જતાં એક બાઇક સવાર નિચે પટકાયો હતો તો બીજી તરફ ટ્રેક્ટર પણ ખાડામાં ફસાઈ જતાં લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે લોકોએ લાકડાનું ડાળુ મુકી દેવાયું હતું તોબીજી તરફ પ્રગતી મેદાન પાસે વર્ષો જુનું પિપળાનું વૃક્ષ જમીન દોસ્ત થયું હતું પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી. વીજળી પડવાથી બે ભેંસોતાં મોત । પાટણ તાલુકાના રૂની ગામે પણ વરસાદી માહોલ વચ્ચે વિજળીના ચમકારા થવા લાગ્યા હતા અને રૂની ગામે રહેતા પશુપાલક વિષ્ણુજી ચંદુજી ઠાકોરની બાંધેલી બે ભેંસો પર અચાનક વિજળી પડવાથી બંને ભેંસોના બનાવ સ્થળે જ મોત નિપજ્યાં હતાં જેને લઇ પશુપાલકની આજીવિકા છીનવાઈ જવા પામી હતી બંને ભેંસોના મોત થતાં પશુપાલકને નુકસાન પહોંચ્યું હતું.
પાટણ શહેરનું રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ
પાટણ શહેરમાં ગુરૂવારે બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા શહેરના તમામ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. ત્યારે પાટણ શહેરના નવાગંજ તરફનું રેલવે ગરનાળુ, કોલેજ અન્ડર પાસ અન્ય નગર રોડ પરનું રેલ્વે ગરનાળુ પણ વરસાદના પાણીથી ભરાઈ જવા પામ્યું હતું. જેના કારણે આ નાળા માંથી પસાર થતા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા હતા. ચાણસ્મા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો ખુશખુશાલ ચાણસ્મા શહેર સહિત પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે આકાશમાંથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને પલવારમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ તાજેતરમાં ધરતીપુત્રો દ્વારા બીટી કપાસના કરાયેલ વાવેતર બાદ કપાસ ઉગી બહાર નિકળ્યા હોવાથી વરસાદી પાણી મળતા કપાસનો વિકાસ પણ સારો થશે તેવો મત ખેડુતોએ પ્રગટ કર્યો હતો.